જાગૃત યુવા મિત્ર મંડળ, બનાસકાંઠા
"જાગૃત યુવા મિત્ર મંડળ, બનાસકાંઠા" એ બનાસકાંઠા જિલ્લા ના અનુસૂચિત જાતિના જાગૃત યુવા મિત્રો દ્વારા શિસ્તબદ્ધ, સ્વંય અનુશાસનથી એકબીજાના ખભાથી ખભો મિલાવી ભાઈચારાની લાગણીથી પોતાની ફરજ સમજી ચાલતી સંસ્થા છે. સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ વર્ગ નિઃશુલ્ક રીતે ચલાવે છે. વિધાર્થીને સંસ્થા તરફથી જમવા, રહેવા, લાઈબ્રેરી, પુસ્તકો વગેરે સગવડ નિઃશુક્લ પણે આપવામાં આવે છે.

શું આપ પણ આ શૈક્ષણિક ઉત્થાનના કાર્યમાં જોડાવા માંગો છો? આજેજ સંપર્ક કરો






કેટલાક મહત્વપૂર્ણ આંકડા
૬૨૫
કાયમી સભ્ય
૪
ટોટલ બેચ
૧૨૫
અભ્યાસ કરેલ વિધાર્થી
૩૬
સફળ વિધાર્થી
લોકોના પ્રતીભાવ
કમલેશ પરમાર જેલાણા
“The foundation of a strong self comes from acts of daily discipline.” (મજબૂત સ્વનો પાયો દૈનિક શિસ્તના કાર્યોથી આવે છે) આમ, એક પછી એક એમ શિસ્તના સહારે ઊંચાઈના શિખરો સર કરનાર સંસ્થા એટલે "SC જાગૃત યુવા મિત્ર મંડળ, BK" 💙
Badhiya rajesh
Jay bhim namo Buddhay Aa kam thaki samaj khub aagal aavi rahyo chhe dhany chhe jagrut yuva mandal ne
શ્રવણ ચૌહાણ
💐🍦💚પકુતિ કુદરતી સૌંદર્ય ના વિચારો સાથે ખિલી ઊઠે છે. તેમ આ સંસ્થા સમાજ ને શિક્ષણ દ્વારા સશક્ત બનાવવા માટે ઉપયોગી બનશે. 💚🌆🪴 સંસ્થામાં વિતાવેલી એક ક્ષણમાં હું હજારો વર્ષોના સંસ્કાર , નિસ્વાર્થ ની ભાવના, લાગણી, સમાજ માટે જાગૃતિ કાર્ય, જાણી ગયાનો અહેસાસ કરી લઉં છું. બસ આવી ક્ષણો આપણા ભાઈઓ અને બહેનો ને સૌને મળતી રહે💚💐🌿
Rajesh Manvar
સમાજ ના વધારે માં વધારે યુવાન સરકારી નોકરી મેળવે આ સંસ્થામાં માં ક્લાસ કરી ને સફળ થાય એ કાયમી સભ્ય બને. આ મંડળ નો મુખ્ય ઉદ્દેશ એ છે કે કોચિંગ માટે ક્લાસ રૂમ, લાયબ્રેરી, હોસ્ટેલ માં રહેવા જમવા અને ક્લાસ ની વ્યવસ્થા મળી રહે એ માટે સમાજ નું એક સંકુલ ઉભુ કરવું. આ ગ્રૂપ માં બધા મિત્રો ખૂબ ઉત્સાહ થી કામ કરી રહ્યા છે એ જોઈ ને લાગી રહ્યું છે કે એક દીવસ જાગૃત યુવા મિત્ર મંડળ નું સપનું સાકાર થશે
Rathod Vasharambhai Raychandbjai
શિક્ષિત બનો સંગઠીત બનો. સંઘર્ષ કરો નમસ્કાર જય ભીમ સાથિયો જાગૃત યુવા મિત્ર મંડળ બનાસકાંઠા એક એવી સંસ્થા છે જે તમામ અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન, પ્રોત્સાહન અને શિક્ષણ આપે છે અને સાથે સાથે સંસ્કારનું સિંચન પણ કરે આ એક એવી સંસ્થા છે જે ડૉ બાબાસાહેબ આંબેડકર અને ભગવાન તથાગત બુદ્ધના વિચારો પર ચાલે છે આ સંસ્થા સાથે જોડાયેલા દરેક યુવાન, મિત્રો અને શિક્ષકોને ❤️દિલથી લાખ લાખ વંદન કરું છું લિ. વશરામ રાઠોડ ✍️ (ગામ= દાંતિયા તાલુકો થરાદ)
PARMAR JAYESHKUMAR B
ખૂબ જ સરસ છે , વિદ્યાર્થીઓ ને યોગ્ય પ્લેટ ફોર્મ પૂરું પડે છે, તૈયારી કરવા માટે ઉત્તમ સ્થળ..
VIPUL GORVADIYA
ભૂતપૂર્વ વિદ્યાર્થી છું સંસ્થાનો તો એક વિદ્યાર્થી તરીકે સંસ્થાનો અભિપ્રાય આપુ "મારી સફળતાનો રસ્તો જો સિંચાયો હોય તો આજ સંસ્થાના મૂળ પાયા માંથી " એક એવું પ્લેટફોર્મ જ્યાં અભિમાન નથી, જ્યાં સ્વાર્થ નથી જ્યાં ભાઈચારો અને સમાજ માટે કઈક કરી બતાવવાનું સિંચન શીખવાડે છે એ આ સંસ્થા......... Another new home away from home where the knowledge of how to achieve success and how to be successful is imparted by Apadi Sanstha.
સવરામ રાણુંઆ
સમાજ ને જાગૃત કરવા માટે ખૂબજ સરસ વિચારધારા ધરાવતા તમામ ભાઈ બંધુ નો આભાર સમાજ ની યુવા પેઢીને માટે શિક્ષણ સેત્ર માં વધારો થાય અને આપણી સમાજ ની એકતા હમેશા માટે બની રહે.
કિરણભાઈ પારેગી
ખરેખર અદ્ભૂત અવર્ણનીય ...👌 જાગૃત યુવા મિત્ર મંડળ બનાસકાંઠા જે અનુસૂચિતજાતિની સમાજવર્ધક અને ગૌરવશાળી સંસ્થા છે તેમની શ્રેષ્ઠ અને વિશ્વાસપાત્ર કામગીરી છે જેનુ પરિણામ ભવિષ્યમાં આ સંસ્થામાંથી ઉચ્ચ હદ્દાના અધિકારીઓ બનશે... આ મારો પ્રત્યક્ષ અનુભવ છે.
દિનેશભાઇ પારેગી
આ મંડળ દ્વારા શૈક્ષણીક કામ ખૂબજ સારી રીતે થઈ રહ્યુ છે. સમાજને ઘણાં બધા સરકારી કર્મચારીઓ તૈયાર કરી ને આ મંડળ આપેલ છે.