About Us

એક નાનકડા વિચારથી, કોઈપણ જાતના સ્વાર્થ, મોહ, માયા, પદ, હોદા વગર, માત્ર આપણી જવાબદારીના ભાગરૂપે, ફરજ સમજી પાલનપુર મુકામે હોસ્ટેલ, લાઈબ્રેરી, કલાસીસનું આયોજન કરી આપણા યુવાન ભાઈઓને પ્રશાસનમાં ભાગીદાર બનાવવાનો આશયથી શરૂઆત વર્ષ 2020માં કરવામાં આવી.

ઉદભવ/પ્રેરણા

ઉદભવ/પ્રેરણા

આજના સ્પર્ધાત્મક યુગમાં કોઈ પણ સમાજે આગળ આવવું હોય તો તેના માટે પ્રશિક્ષણ પામેલ યુવા વર્ગે પ્રશાસનમાં આવવું જરૂરી છે. અને આજના સ્પર્ધાત્મક યુગમાં યુવા વર્ગ પુરતું શિક્ષણ મેળવ્યા પછી પણ પ્રસાશનિક તાલીમ વર્ગો ના અભાવે સ્વરોજગારી કે સરકારી નોકરીની વંચિત છે. માટે શરૂઆતમાં 30 જેટલા યુવા,કર્મચારી અને સમાજચિંતક મિત્રોએ ભેગા થઈ નિર્ણય કર્યો કે આપણે એક જાગૃત અને યુવા વર્ગે આ સામાજીક જવાબદારી નિભાવવી પડશે . અને એજ હેતુથી એક ગૃપ નિર્માણ થયું જેનું નામ આપ્યું "જાગૃત યુવા મિત્ર મંડળ બનાસકાંઠા".

વિશેષતા

વિશેષતા

  • જિલ્લાના અનુસૂચિત જાતિના કુશળ કર્મચારી મિત્રો થકી સંચાલિત
  • કોઈ પ્રમુખ કે મંત્રી કે વિશેષ દરજ્જા કે સ્ટેજ સિવાયનું
  • સામાજિક જવાબદારી થકી સમાજ સિદ્ધિ તરફનો પ્રયાસ
  • કુશળ અને પારદર્શક વહીવટ
  • પેટાજ્ઞાતિ- પરગણા વાદ વિહિત સમગ્ર અનુસુચિત જાતિ માટે કાર્યરત
  • તાલુકા કે પ્રાંતવાદ સિવાય સમગ્ર બનાસકાંઠા જિલ્લાના સમગ્ર અનુસૂચિત જાતિ માટે કાર્યરત
  • પારદર્શક પ્રવેશ પરીક્ષા

અભિલાષા/અપેક્ષા

અભિલાષા/અપેક્ષા

સમાજના ઘણા એવા ગરીબ વિદ્યાર્થીઓ છે કે જેમનામાં ખુબજ ટેલેન્ટ રહેલું છે પણ યોગ્ય માર્ગદર્શન,તાલીમી વર્ગોનો અભાવ, નબળી આર્થિક પરિસ્થિતિ,અનુકૂળ વાતાવરણ કે પ્લેટફોર્મ ના અભાવે તેઓ પોતાનો સારા ક્લાસ 1.2 અધિકારી થવાનો કારકિર્દી લક્ષ પૂરો કરી શકતા નથી અથવા તો સામાન્ય ક્લાસ 3 જેવી નોકરી મેળવી લે છે.આપણી આવનારી પેઢી ને આવા કોઈ પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવો ના પડે તે માટે આપણે યુવા વર્ગે સામાજિક જવાબદારી સ્વીકારી જાગૃત થઈ આંવનાર પેઢી માટે એક બનાસકાંઠા જિલ્લા ખાતે સમગ્ર અનુસૂચિત જાતિ નું સ્પર્ધાત્મક સંકુલ કે જેમાં 200 થી વધુ ભાઈઓ - બહેનો રહી શકે. સ્પર્ધાત્મક તાલીમ વર્ગમાં અભ્યાસ કરી શકે, AC લાયબ્રેરી, રહેવા જમવાની ઉત્તમ સુવિધા નજક હોસ્ટેલ, સંસ્કાર ધામ,સ્પોર્ટ અને ફીજીકલ સેન્ટર ,ગ્રાઉન્ડ-મેદાન જેવી અત્યાધુનિક સુવિધા જનક સંકુલ નિર્માણ પામવા જઈ રહ્યું છે તો આવો આપણે સૌ આ મહારથ કાર્યના તન, મન અને ધનથી સહભાગી અને સાક્ષી બનીએ. આપણી જવાબદારી આપણી ભાગીદારી

ગ્રુપ ની કામગીરી હાલના તબક્કે

  • બનાસકાંઠા જિલ્લાના તૈયારી કરતા સમગ્ર અનુ. જાતિના ભાઇઓને એક જનરલ ટેસ્ટ ના આધારે નક્કી કરીએ છીએ અને એટલી સંખ્યાને આપણે પ્રવેશ આપીએ છીએ.
  • પસંદ કરાયેલ ભાઈઓ ને રહેવા, જમવા, તથા લાઈબ્રેરી ની સગવડ પુરી પાડીએ છીએ.
  • કસોટીના આધારે નક્કી થયેલ ભાઈઓને અત્યારની નવી ભરતીઓમાં પાસ થયેલ આપણાં સભ્યોના માર્ગદર્શન મુજબ યોગ્ય પુસ્તકો પૂરા પાડીએ છીએ.
  • બૂકોના આધારે ટાઈમ-ટેબલ બનાવી નિયમિત ટેસ્ટ લેવા નું આયોજન કરીએ છીએ.
  • ઉપરોક્ત કામગીરી અત્યારના સમય પૂરતી જ સીમિત રાખસુ. હવે ટૂંક સમયમાં દરેક વિષયની ફેકલ્ટી તથા વ્યવસ્થિત મેનેજમેન્ટ સાથે સંકુલ તૈયાર કરશું.
  • શું આપ પણ જોડાવા માંગો છો?

  • આ ગૃપ માત્ર બનાસકાંઠા જિલ્લા પુરતુ કાર્યરત હોવાથી માત્ર બનાસકાંઠાના વતની એવા અ.જા. ના કોઈ પણ ભાઇ/બહેન ગૃપ મેમ્બર તરિકે જોડાઈ શકે છે .
  • આ ગ્રુપમાં જોડાવા માટે પોતે સરકારી/અર્ધસરકારી/રોજગાર કર્મચારી કે આર્થીક સ્વનિર્ભર હોવો જરૂરી છે.
  • આ ગ્રુપમાં જોડાયા થયા પછી દર મહિને 500 રૂપિયા નું માસિક યોગદાન ફરજીયાત આપવાનું રહેશે. દર મહિનાની તારિખ ૧ થી ૧૫ સુધીમા અચુક માસિક ફાળો રૂ.૫૦૦ જમા કરવા સહકાર આપવાનો રહેશે.
  • ગૃપના હિસાબની પારદર્શીતા માટે તમામ સભ્ય અંગત રસ લઈ સમગ્ર હિસાબ ઉપર ધ્યાન રાખવા સુચન કરતા રહેવું.
  • કોઈ ભાઈ-બહેનોએ માન સન્માન, પ્રતિષ્ઠા, હોદ્દાની લાલચ માટે આ ગ્રુપમાં જોડાવું નહિ. અહીં માત્ર નિસ્વાર્થ ભાવે કાર્ય કરવાની આશા સાથે જોડાવું.
  • ગ્રુપના દરેક સભ્યોનો સાથ સહયોગ મળેલ છે માટે કોઈ ને ઊંચ-નીચ, સિનિયર-જુનિયર કે વિશેષ પદ સ્થાન જેવા ભેદ રખાશે નહિ તમામ ભાઈઓ-બહેનો સમાન રહેશે ખભા થી ખભો મિલાવી ને કાર્ય કરવાનું રહેશે.
  • આ ગ્રુપમાં જોડાયા પછી કોઈપણ સભ્યને વ્યક્તિગત પ્રોબ્લેમ કે અન્ય કોઈ મત ભેદ હોય તો બાજુ માં રાખી દરેક સભ્ય સાથે સંયમતા દાખવી વર્તન કરવાનું રહેશે.
  • તમામ સભ્ય મિત્રોએ, એક્બીજાના સંપર્કમા રહી ભાઈચારો કેળવવો , વિશ્વાસ જાળવવો અને ગ્રુપ ચર્ચા વખતે સંયમતા જાળાવવી, તથા ગ્રુપ ની કામગીરી નો નિર્ણય બહુમતી થી કરવામાં આવશે માટે જે બહુમતીને ગ્રાહ્ય માનવી.
  • ગ્રુપનો હેતુ સમાજના વિદ્યાર્થીઓને સરકારી નોકરી મળે તે હેતુ નો હોવાથી કોઈ ભાઈ એ પોતાના વ્યક્તિગત, લાગવગ, કુટુંબીને રાખવાની વિનંતી, જીદ કરી શકશે નહીં. તૈયારી માટે કસોટીના આધારે વિદ્યાર્થીઓ પસંદ કરવામાં આવશે માટે કોઈએ પોતાના સગા સ્નેહી માટે ભલામણ/લાગવગ, કે જીદ કરવાની રહેશે નહીં
  • પોતાને કોઈ અંગત કારણસર કે અન્ય કોઈ મતભેદ થયે ગ્રુપ છોડી ચાલ્યા જાવ અથવા રિમોવ કરવામાં આવે તો આપેલ અનુદાન સહયોગની રાશિ પરત માંગી શકાશે નહિ. અને આ સંદર્ભે ગૃપ બાબતે કોઈ નકારાત્મક પ્રચાર કરી શકશે નહિ .
  • હેતુ મુજબ સમાજના યુવાનોને સરકારી નોકરી મળે તે માટેની ઉત્તમ તક પુરી પાડવાની હોઈ તે માટેના દરેક કાર્ય જેવા કેપુસ્તકો લાવવા, લાયબ્રેરી તથા હોસ્ટેલ સંચાલન કે ટેસ્ટ સીરીજમા શક્ય બને તો સહયોગ પુરો પાડવો.
  • ગૃપના સભ્યો પોતે અથવા તેમના સ્નેહીજનો પાસેથી કોઈ ના જન્મ દિવસે કે અન્ય દિન વિશેષ યોગદાન મરજિયાત આપી શકાશે.
  • આ સંસ્થા-મંડળ સમગ્ર બનાસકાંઠાના તમામ તાલુકાના અનુસુચિત જાતિના લોકો સબંધીત હોઈ કોઈએ તાલુકાવાદ કે પેટાજાતીવાદને પ્રોત્સાહન આપવુ નહી.
  • દરેક સભ્યને ખાસ સુચના કે સંસ્થાનો હિસાબ-કીતાબની લીંક કે અન્ય હિસાબી સાહિત્યની અન્ય કોઈ જગ્યાએ/સોશીયલ મીડીયામા અપલોડ/ફોરવર્ડ ન થાય તેની પુરતી તકેદારી રાખવી જેથી સાયબર ફ્રોડથી બચી શકાય.