જાગૃત યુવા મિત્ર મંડળ, બનાસકાંઠા
"જાગૃત યુવા મિત્ર મંડળ, બનાસકાંઠા" એ બનાસકાંઠા જિલ્લા ના અનુસૂચિત જાતિના જાગૃત યુવા મિત્રો દ્વારા શિસ્તબદ્ધ, સ્વંય અનુશાસનથી એકબીજાના ખભાથી ખભો મિલાવી ભાઈચારાની લાગણીથી પોતાની ફરજ સમજી ચાલતી સંસ્થા છે. સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ વર્ગ નિઃશુલ્ક રીતે ચલાવે છે. વિધાર્થીને સંસ્થા તરફથી જમવા, રહેવા, લાઈબ્રેરી, પુસ્તકો વગેરે સગવડ નિઃશુક્લ પણે આપવામાં આવે છે.
શું આપ પણ આ શૈક્ષણિક ઉત્થાનના કાર્યમાં જોડાવા માંગો છો? આજેજ સંપર્ક કરો
કેટલાક મહત્વપૂર્ણ આંકડા
૭૦૦
કાયમી સભ્ય
૬
ટોટલ બેચ
૩૦૦
અભ્યાસ કરેલ વિધાર્થી
૧૦૦+
સફળ વિધાર્થી
લોકોના પ્રતીભાવ
Jadav Balvantbhai B =ZERDA
જાગૃત યુવા મિત્ર મંડળ એટલે જેના ઘર મા અંધારું છે તેવા પરિવાર ના દીકરા ને પોતાની સાથે રાખી શૂટ બુટ મા તૈયાર કરી સાહેબ બનાવવાનું તથા ઉજ્જવલ ભવિષ્ય નો આધાર સ્થંભ..... જેના થકી કેટલાય ઘરો મા પ્રકાશ પથરણો છે અને ભવિષ્ય મા ઘણા ઘરો મા પથરાશે..... જય ભીમ 🙏💐💐💐💐
Bhalabhai Parmar
આજ સુધીનું સામાજિક શિસ્ત અને શિક્ષણ કાર્યમાં મોખરે હોય અને શરૂઆત થી આજ સુધી હરેક નિયમોનું ચુસ્ત પાલન અને હરેક એજન્ડા મૂજબ કામ થયું હોય તો તે બનાસકાંઠા યુવા મીત્ર વર્તુળ છે..
દિનેશભાઇ પારેગી
આ મંડળ દ્વારા શૈક્ષણીક કામ ખૂબજ સારી રીતે થઈ રહ્યુ છે. સમાજને ઘણાં બધા સરકારી કર્મચારીઓ તૈયાર કરી ને આ મંડળ આપેલ છે.
Babubhai Gohil
हौसले बुलंद कर रास्तों पर चल दे.. तुझे तेरा मुकाम मिल जाएगा, बढ़कर अकेला तू पहल कर देखकर तुझको.... काफिला खुद बन जाएगा.... જ્યારે આપડે સમાજ સેવા કરવાં માટે નીકળતા હોઈએ ત્યારે એકલા હોઈએ છીએ.. પરંતુ એવું વિચારીને આપડે આપડા કાર્ય ને બંધ ના કરવું જોઈએ.. આ સંસ્થા ની જ્યારે શરૂઆત થઇ ત્યારે શરુઆત માં ઓછા લોકો હતા પરંતુ ધીમે ધીમે સમાજ ની અંદર સંસ્થાની સચોટ માહિતી મળતાં આજે ઘણા બઘા લોકો આ સંસ્થાના સભ્ય બની રહ્યા છે... અંતે આ સંસ્થા નો પાયો નાખનાર મીત્રો નો ખૂબજ આભાર માનું છું કે તેમણે વિચાર્યું નહીં હોય તેના કરતા મોટી સંસ્થા આપડી સમાજ માટે બનવા જઈ રહી છે.Thanks to the members of the Group.🙏
Rathod Vasharambhai Raychandbjai
શિક્ષિત બનો સંગઠીત બનો. સંઘર્ષ કરો નમસ્કાર જય ભીમ સાથિયો જાગૃત યુવા મિત્ર મંડળ બનાસકાંઠા એક એવી સંસ્થા છે જે તમામ અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન, પ્રોત્સાહન અને શિક્ષણ આપે છે અને સાથે સાથે સંસ્કારનું સિંચન પણ કરે આ એક એવી સંસ્થા છે જે ડૉ બાબાસાહેબ આંબેડકર અને ભગવાન તથાગત બુદ્ધના વિચારો પર ચાલે છે આ સંસ્થા સાથે જોડાયેલા દરેક યુવાન, મિત્રો અને શિક્ષકોને ❤️દિલથી લાખ લાખ વંદન કરું છું લિ. વશરામ રાઠોડ ✍️ (ગામ= દાંતિયા તાલુકો થરાદ)
PARMAR Parsottambhai b
સમગ્ર બનાસકાંઠામાં અનુસૂચિત જાતિના બાળકો માટે વિશ્વાસ પાત્ર ના કોઈ હોદો ના કોઈ પદ બનાસકાંઠાના જાગૃત કર્મચારી અને યુવાન મિત્રો થકી નાનકડી શરૂઆત થકી આજે જિલ્લા લેવલે 3જી બેન્ચ કાર્યરત છે અગાઉના બે બેંચમાં સારા એવા પ્રમાણમાં બાળકો નોકરી એ લાગ્યા.
khemchand parangi
If you want to see discipline and innocent smile of student you will visit .superb work and best example of payback society.
GOHIL VIKRAMBHAI.A
The organization is working a lot for the society, so that we too can give something to our next generation, let us help the society by giving a flower petal if not a flower... Jai Bhim
બાબુભાઈ ચૌહાણ
ખુબ સુંદર કામગીરી સમાજ નો વિશ્વાસ પાછો મેળવવા બદલ ટીમ ના તમામ સભ્યો ને દિલ થી અભિનંદન સાથે વંદન.
Jadav Thakarshi Rupabhai
ખરેખર ખુબ સુંદર કાર્ય છે. સમાજ નાં વિકાસ માં બધા સમાજબંધુઓ ખભેખભા મિલાવી કામ કરી રહ્યા છે. તેમને ખુબ ખુબ ધન્યવાદ. બાબા સાહેબ આંબેડકરજી નું સપનું સાકાર થઈ રહ્યું છે. ધન્યવાદ સમાજબંધુ ઓને કે જે આ કાર્ય માં પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે.🙏🙏
