જાગૃત યુવા મિત્ર મંડળ, બનાસકાંઠા
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો,
જાગૃત યુવા મિત્ર મંડળ બનાસકાંઠા ની સ્પર્ધાત્મક પરીક્ષાની સાત બેચના સફળ અનુભવ પછી અનુસૂચિત જાતિના વિદ્યાર્થી ભાઈઓ માટે અમારી આઠમી નિવાસી બેચ 🧑🏻🎓 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર થયેલ CCE પરીક્ષાની ભરતી પરીક્ષા માટે ટુંક સમયમાં શરૂ કરી રહ્યા છીએ.
અમારી આ બેચમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓએ નીચે મુજબની માર્ગદર્શિકાઓ અને લાયકાતનું પાલન થવું જરૂરી છે..
માર્ગદર્શિકાઓ
- ફક્ત વિદ્યાર્થી ભાઇઓ જ ફોર્મ ફરી શકશે. બહેનોએ ફોર્મ ભરવું નહિ.
- વિદ્યાર્થી ભાઈ અનુસૂચિત જાતિ નો હોવો જોઇએ.
- માત્ર બનાસકાંઠા જિલ્લાના કાયમી વતની હોય તેવા જ ભાઈઓ ફોર્મ ભરી શકશે.
પ્રવેશ પરીક્ષાના ચરણો
પ્રવેશ પરીક્ષા બે ચરણમાં રહેશે.
1. પ્રથમ ચરણઓનલાઇન પ્રવેશ પરીક્ષા ટેસ્ટ આપવાનો રહેશે.
2. દ્વિતીય ચરણટેસ્ટ નું ધોરણ ઓફલાઈન રહેશે.
- ઓનલાઇન ટેસ્ટ આપનાર વિધાર્થીઓ માથી જ કટ ઓફ માર્ક્સ મેરીટ મુજબ જાહેર કરી એમાંથી કટ ઓફ મેરીટ માર્કસ કે તેનાથી વધુ માર્કસ ધરાવતા વિદ્યાર્થી ભાઈઓને ઓફલાઈન પ્રવેશ ટેસ્ટ માટે ઉતીર્ણ ગણવામાં આવશે.
